પ્રિય ગુણીજનો,

`શ્રીમદ ભગવદ્દ ગીતા 'નું સંગીતમય ગુજરાતી રૂપાંતર આપને અર્પણ કરતા અતિ હર્ષ અનુભવું છું . ભગવાન શ્રી કૃષ્ણની આ શ્રીમુખ વાણી જીવનના ધર્મ,મર્મ અને કર્મ સમજાવે છે,જે જાણવા-આચરવાથી જીવનને સાચી દિશા અને અર્થ મળે છે.પરંતુ આ ગૂઢ જ્ઞાનને સંસ્કૃતમાં વારંવાર ગાવા- સંભાળવા છતાં સમજવું અઘરું છે .સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ સંસ્કૃત શ્લોકોનો યથાર્થ ગુજરાતી અનુવાદ કર્યો જે `ગીતા ધ્વની' રૂપે ઉપલબ્ધ્ધ છે. નવજીવન ટ્રસ્ટની પરવાનગીથી એને સંગીતબદ્ધ કરી ,ટૂંક સાર અને ધૂન સાથે ૭ ઓડીઓ cd ના સંપૂટ માં લોકભોગ્ય પ્રસ્તુતિ કરવાનું અમને અહોભાગ્ય સાંપડ્યું છે.

ગુજરાતી શ્લોકોને સંગીતકાર વિનય રાજવડેએ રાગ યમન,ભૂપ,બાગેશ્રી ,શિવ રંજની અને પુરિયા ધનશ્રીમાં સંગીતબદ્ધ કર્યા છે. ભગવાનશ્રીની અમૃતવાણી બીજા અધ્યાયથી શરુ થાય છે ,જેને નવી પેઢીના ઝળહળતા ગાયક પાર્થિવ ગોહિલે કંઠ આપ્યો છે . દરેક અધ્યાયની સંગીતમય રજૂઆત પહેલાં,ટૂંકસાર કહેવામાં આવ્યો છે.

સ્વયં ભગવાને દર્શાવેલ તત્વજ્ઞાનનો આ અદભૂત ખજાનો દરેક ધર્મપ્રિય પરિવારે વસાવવા યોગ્ય અને પ્રસંગે મિત્રો-સ્વજનોને ભેટ આપવા યોગ્ય છે. આ સંપૂટ નું શાંત ચિત્તે વારંવાર શ્રાવણ રવાથી ગીતાના રહસ્યો ધીર ધીરે સમજાવા લાગશે અને હૃદય જ્ઞાનથી પ્રકાશિત થતાં, દિવ્ય શાંતિ અને આનંદનો અનુભવ થશે. શરૂઆતમાં પુસ્તક સાથે રાખીને સાંભળવાથી આ ગહન વિષય સમજવામાં સુગમતા રહેશે. ભગવાશ્રીએ અંતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે `આ ઉપદેશ સાંભળનાર તેમજ સંભળાવનાર,બંને, મને પામશે'. આ વિચારે , `શ્રીમદ ભગવદ ગીતા'ની આ ગુજરાતીમાં સરળ અને સંગીતમય રજૂઆત વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રયાસ કરવા નમ્ર વિનંતી. આ સેટ દુનિયાના કોઈપણ સ્થળે વસતા ધર્મપ્રિય ગુજરાતી પરિવાર ફોન/પત્ર કે ઈમેઈલ દ્વારા સંપર્ક કરી મેળવી શકે છે.આ સંપૂટ મુંબઈ/ગુજરાતના અગ્રણી મ્યુઝીક સ્ટોર્સ પણ ઉપલબ્ધ્ધ છે.

આપ આ અણમોલ ભેટ શુભ પ્રસંગે અથવા સ્વજનોના સ્મરણાર્થે મિત્રો-સ્વજનોને આપવા ઇચ્છતાં હો તો અમને અગાઉથી જાણ કરશો.આપના શુભ સંદેશ સાથે આકર્ષક ગીફ્ટ પેક માં પહોચાડવાની વ્યવસ્થા કરવામા આવશે.
જય શ્રી કૃષ્ણ
લી.આપનો સ્નેહી
જયેન્દ્ર શાહ.

No flash player!

It looks like you don't have flash player installed. Click here to go to Macromedia download page.


Demo 1 | Demo 2 | Demo 3 | Demo 4

    Buyગાંધીજી

ગીતાના ખોળામાં   જે માથું રાખે તેને નિરાશા  કદાપી ન થાય અને તે પર્માંનંદનો ભોક્તા બને.ગીતા એના ભક્તને નવું જ્ઞાન ,આશા ને શક્તિ આપે છે.


લાલ બહાદુર શાસ્ત્રી

ગીતાના ગૂઢ વિચારોને સરળ બનાવવા અને તેને વધારે લોકો સુધી પહોંચાડવા- એ માત્ર સાહિત્યની જ સેવા નથી બલ્કે દેશની સેવા પણ છે.


મોરારજી દેસાઈ

ગીતાના  ઉપદેશના આચરણથી સર્વ પ્રકારના દૂષણોમાંથી    બચવાની શક્તિ મળે છે અને જીવનના અંતે આખરે ઈશ્વર દર્શનને માટે પણ રસ્તો ખુલ્લો થાય છે.


વિનોબા ભાવે

ગીતાના મારા પર અનંત ઉપકાર છે. હું દરોજ તેનો આધાર લઉં  છું. રોજ મને એની મદદ મળતી રહે છે.


પાંડુરંગ શાસ્ત્રી

ગીતા સર્વ પંથ, ધર્મ, સંપ્રદાય, ભાષાવાળા વિશ્વના તમામ જીવોની ઉન્નતી માટેનો ગ્રંથ છે.


સંત જગજીવન બાપુ

પ્રભુની પ્યારી, ગીતા એ માત છે મારીગીતા કોઈ એક ધર્મ,જાતી કે કાળના લોકો માટે નથી. એ દરેક જાતી ને કાળના મનુષ્ય માટે સાચા,સમૃદ્ધ,સમર્થ જીવનનું અવિચલ ,સનાતન, તત્વજ્ઞાન છે જેના કહેનારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. જે આ જ્ઞાન પામે છે તે પરમ સુખ,શાંતિ ને આનંદ પામે છે. અને એજ તો ઈશ્વર પ્રાપ્તિની અનુભૂતિ છે !
વૃદ્ધાવસ્થાએ ગીતાનું શ્રવણ -મનન સારું છે,પણ યુવાવસ્થાએ એ અતિ ઉત્તમ છે. દુનિયાના જ્ઞાની પુરુષો જેની સ્તુતિ કરતાં થાકતા નથી એ પરમ કલ્યાણકારી ગીતાની ગુજરાતીમાં સરળ અને સંગીતમય રજૂઆત કરતો આ સેટ આજેજ વસાવો
-જયેન્દ્ર શાહ.